અબુધાબીમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના ટળી છે. વાસ્તવમાં, અબુ ધાબીથી કાલિકટ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જિનમાં અચાનક જ આગ લાગી ગઈ હતી, જેના પછી હંગામો થયો હતો અને તેને તાત્કાલિક અસરથી અબુ ધાબી પરત કરવામાં આવી હતી, જ્યાં તેનું એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ માહિતી શુક્રવારે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે આપી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું કે પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું છે અને તમામ મુસાફરો સુરક્ષિત છે.