એર ઈન્ડિયા (Air India)ની કમાન હવે ટાટા ગ્રુપ ના હાથમાં આવી છે. ટાટા ગ્રુપના હાથમાં આવતાની સાથે જ એર ઈન્ડિયાનો રંગ અને લોગો સહિત કેટલાક ફેરફાર જોવા મળ્યો છે.
એર ઈન્ડિયાના CEOએ થોડા દિવસો પહેલા જ એક ઈન્ટરવ્યુમાં વાત કરતા એર ઈન્ડિયામાં થનારા ફેરફાર વિશે થોડી વાત કરી હતી. તેના વિશે સંકેત આપ્યા હતા કે આગામી સમયમાં એર ઈન્ડિયા નવા લુકમાં જોવા મળશે.