24 કલાક સુધી વાટાઘાટો કર્યા પછી, ભારતે ભારતીય વાયુસેનાના સી -17 હેવી-લિફ્ટ ગ્લોબમાસ્ટર વિમાનમાં કાબુલમાંથી રાજદ્વારીઓ, અધિકારીઓ અને પત્રકારોની બીજી બેચને બહાર કાઢવામાં સફળતા મેળવી છે. આઇએએફ વિમાનોએ એટીસીનું સંચાલન કરતા અમેરિકી દળોની મદદથી કાબુલના સમય મુજબ સવારે 8 વાગ્યાની આસપાસ હમીદ કરઝાઇ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત રુદ્રેન્દ્ર ટંડન 120 અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓ સાથે ફ્લાઇટમાં છે. અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લઈને નીકળેલું એરફોર્સનું વિમાન ભારતીય સમયના 11 વાગે જામનગર પહોંચ્યું હતુ . જે બાદ જામનગરથી વિમાન હિંડન એરબેઝ પર રવાના થશે.