આજ રોજ ભારતીય વાયુસેના (Indian Air Force) ના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. એરફોર્સની 91મી વર્ષગાંઠ પર વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી દ્વારા નવા વાયુસેના ધ્વજ (Ensign) નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ફેરફાર 72 વર્ષ બાદ કરવામાં આવ્યો છે. વાયુસેનાના વડા ચીફ એર માર્શલ વીઆર ચૌધરીએ પરેડ દરમિયાન ધ્વજ બદલી નાખ્યો હતો અને વાયુ યોદ્ધાઓને શપથ પણ લેવડાવ્યા હતા.