સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની ઐતિહાસિક મુલાકાતે આવ્યાં છે. સોમવારે વહેલી બંને મહાનુભાવો સવારે ગુજરાતના વડોદરા પહોંચ્યા હતા. સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝ સાથે વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસમાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યુ હતું.
આ પ્રસંગે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, આ એરબસ સાથે ભાગીદારીમાં બનેલ ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ આગામી બે વર્ષમાં તેનું પ્રથમ C295 એરક્રાફ્ટ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. ગુજરાતના વડોદરામાં C295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, ટાટા સન્સના ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે, "હવેથી બરાબર બે વર્ષ પછી, અમે પ્રથમ સ્વદેશી નિર્મિત C-295 એરક્રાફ્ટની ડિલિવરી કરીશું" વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનિશ વડાપ્રધાન પેડ્રો સાંચેઝે, આજે અહીં દેશના પ્રથમ ખાનગી લશ્કરી પરિવહન એરક્રાફ્ટ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.