Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો માટે આનંદના સમાચાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ની જાહેરાત પ્રમાણે 2022 સુધી રાજકોટ ખાતે AIIMS (All India Institute Of Medical Science)નું લોકાર્પણ કરી દેવામાં આવશે. એટલે કે હૉસ્પિટલને તૈયાર કરીને લોકોની સેવા માટે ખુલ્લી મૂકી દેવામાં આવશે. એઇમ્સ સુધી થતાની સાથે જ રાજકોટ ખાતે ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર ઉપલબ્ધ બનશે. આજે રાજકોટમાં 200 બેડની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલનું ડિજિટલ લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Dy CM Nitin Patel)ના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દરેક વોર્ડમાં 1 સ્પેશિયાલિસ્ટ ડૉકટર, 1 હેડ નર્સ, 2 સ્ટાફ નર્સ, 2 કર્મચારી અને 1 કાઉન્સિલર ઉપલબ્ધ રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ રાજ્યમાં કોરોનાને અટકાવવા માટે રાજ્ય સરકાર આક્રમક પગલાં લઈ રહી હોવાનું જણાવ્યું હતું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ