ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 223થી વધુ દર્દીઓ પીડાઈ રહ્યાં છે. 24 કલાકમાં જ સૌથી વધુ 50 નવા કેસ સામે આવ્યાં. કોરોના વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે.
દિલ્હીના લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાંથી 6 સંદિગ્ધ ગાયબ થવાની પણ સૂચના છે. કોરોના વાયરસના દિલ્હીમાં પગપેસારાથી લઈને દેશભરમાં વધતી દહેશત વચ્ચે દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે દેશમાં લોક ડાઉનની સ્થિતિ ગમે ત્યારે આવી શકે છે. કેટલાક શહેરો બંધ કરવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.