ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ સાથે જ કોરોનાના કારણે મૃત્યુ આંક પણ સતત વધી રહ્યો છે. જેને પગલે એઈમ્સના ડિરેક્ટકર ડૉ રણદીપ ગુલેરિયા દિલ્હીથી ગુજરાત પહોંચી ચૂક્યાં છે. જણાવી દઈએ કે, ગુજરાતમાં 7000 કરતાં વધુ કોરોના સંક્રમણના કેસો સામે આવી ચૂક્યાં છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણ, ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોતા AIIMSના ડિરેક્ટર ડૉ. ગુલેરિયા ડોક્ટરોની વિશેષ ટીમ સાથે અમદાવાદ આવી પહોંચ્યા છે.
એઈમ્સના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ગૃહમંત્રી અમિત શાહ તરફથી મળેલા આદેશ બાદ ડૉ ગુલેરિયા અને એઈમ્સના મેડિસિન વિભાગના ડૉ મનિષ સુનેજા શુક્રવારે સાજે ઈન્ડિયન એરફોર્સની ખાસ ફ્લાઈટમાં અમદાવાદ આવવા રવાના થયા હતા. તેઓ પોતાની સાથે આવેલી મેડિકલ ટીમ સાથે શનિવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલની મુલાકાત લેશે
એવું મનાય છે કે, કોરોના વાઈરસના કેસોમાં થઈ રહેલા વધારા પર કંટ્રોલ કરવા માટે ડૉ રણદીપ ગુલેરિયા યોગ્ય સલાહ-સૂચન પણ આપશે.