શહેરમાં ગઈકાલે પણ સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે અમદાવાદ શહેરમાં સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થઇ ગયો છે. આ પૈકી છેલ્લા 6 દિવસમાં જ 40 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદ શહેરમાં 24 ઓગસ્ટ સુધી 19.29 ઈંચ સાથે સરેરાશ 60 ટકા વરસાદ વરસ્યો હતો. જેની સરખામણીએ હવે 32.12 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.