31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે સમગ્ર શહેરમાં બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત નવ હજાર જેટલો સ્ટાફ મંગળવારે સાજથી બંદોબસ્તમાં ગોઠવાશે. આ દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરની રાતથી પહેલી જાન્યુઆરી 2025ની રાત સુધી સિંધુભવન-CG રોડ પર વાહનોની અવર જવર બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.