અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં લોકો હજુ વરસાદની રાહ જોઇ રહ્યા છે. મુંબઇ તેમજ ઉત્તર ભારતમાં વરસાદ પડવાની શકયતાની વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. જે સવારથી શહેરના આકાશમાં વરસાદી પાણીથી ભરેલા વાદળાઓની પાછળ સૂર્યનારાયણ ઢંકાઇ ગયા હતા. દરમ્યાન અમદાવાદમાં આગામી 48 કલાકમાં હળવો વરસાદ પડવાની શકયતા હોવાની સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.