હાલ અમદાવાદ સોલા સિવિલમાં કોવેક્સીન વેક્સીન (corona vaccine) નું ટ્રાયલ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે કોરોના વેકસીનના ટ્રાયલ મામલે સારા સમાચાર આવ્યા છે. કૉવેકસીન (covaccine) નો પ્રથમ ડોઝ ટ્રાયલ અંતર્ગત સોલા સિવિલમાં 550 જેટલા સ્વયંસેવકોને આપવામાં આવ્યો છે. ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં 25 નવેમ્બરથી શરૂ થયેલા ટ્રાયલ અંતર્ગત વેક્સીનનો ડોઝ લેનાર એકપણ સ્વયંસેવકને કોઈ પણ સમસ્યા સામે આવી નથી. ત્યારે કોવેક્સીનનો બીજો ડોઝ આપવાની શરૂઆત કરાઈ છે. આત્મનિર્ભર કોવેકસીનનો બીજો એટલે કે બુસ્ટર ડોઝ અમદાવાદ ખાતેની સોલા સિવિલમાં આપવાની શરૂઆત થઈ છે.