ગુજરાત સરકાર જ્યાં એક તરફ રોજગારી વધારી હોવાના દાવા કરી રહી છે ત્યારે ગુજરાતના જ 6 જિલ્લા એવા છે કે જ્યાં સૌથી વધુ બેરોજગાર નોંધાયા છે. વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ અનુસાર અમદાવાદમાં સૌથી વધુ બેરોજગાર યુવાનો નોંધાયા છે.
રાજ્યમાં છ જિલ્લામાં નોંધાયેલા બેરોજગાર યુવાનો
અમદાવાદ: 62,608
સુરત: 40,926
વડોદરા: 37,937
ગાંધીનગર: 27,872
જૂનાગઢ: 18,853
સાબરકાંઠા: 15,733