અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટમાં પહેલીવાર નૌકા સ્પર્ધા યોજાશે. 30 એપ્રિલે યોજાનારી આ નૌકાસ્પર્ધામાં 51થી વધુ સ્પર્ધકો ભાગ લેશે. સ્પર્ધામાં દેશભરના નૌકાચાલકો ભાગ લેશે. સ્પર્ધામાં સિંગલ અને ડબલ સીટર એમ બંને સ્પર્ધકો માટેની સ્પર્ધા યોજાશે. સાથે ફાયરબ્રિગેડની 10 બોટ રેસ્ક્યુ માટે તૈનાત રહેશે. આ દિવસે મુખ્યમંત્રી નૌકા અકાદમીની જાહેરાત થાય તેવી શક્યતા છે.