બાળકો માટેની વેક્સીન હજુ સુધી આવી નથી. પરંતુ ત્રીજી લહેરમાં કોરોના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. ગુજરાત ના મોટાભાગના શહેરોમાં બાળકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. સુરત, વડોદરા, વલસાડ, રાજકોટ બાદ હવે અમદાવાદની શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. આવામાં અમદાવાદમાં પહેલીવાર કોરોનાના કેસો બાળકોમાં નોંધાયા છે. અમદાવાદની બે સ્કૂલમાં કુલ 4 બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
અમદાવાદની છારોડીની નિરમા વિદ્યાવિહારમાં 3 અને થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલની 1 વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી છે. નિરમા વિદ્યાવિહારમાં ધોરણ 5, 9 અને 11 ના વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોરોનાના શિકાર થયા છે. ધોરણ 9 અને 11 બંને વિદ્યાર્થીઓ એક પરિવારના બાળક, પ્રથમ પિતા સંક્રમિત થયા બાદ બાળકો સંક્રમિત થયા છે.