ગુજરાતમાં દિનપ્રતિદિન આત્મ હત્યાની ઘટના વધી રહી છે. એવી પરિસ્થિતિ વચ્ચે એક ઘટના બહાર આવી છે જેમાં અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં રહેતા 41 વર્ષનાં સિંગર ફ્રેન્કલીન ક્રિશ્ચિયને પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. આ સમાચારને કારણે પરિવાર અને કલાકારોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. બનાવની જાણ થતાં ખોખરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.