અષાઢી બીજના દિવસે રાજ્યની સૌથી મોટી અમદાવાદની જગન્નાથજીની ભવ્ય રથયાત્રા જગન્નાથ મંદિરથી પ્રસ્થાન થતી હોઈ છે. પરંતુ હાલ કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે હજુ સુધી રાજ્યના ગૃહ વિભાગે કોઈ પણ પ્રકારનો નિર્ણય કર્યો નથી. આ બાબતે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રથયાત્રા નીકળશે કે નહીં તે બાબતે હાલ સરકારે કોઈ નિર્ણય કર્યો નથી. આજે કેબિનેટની બેઠક છે જેમાં રથયાત્રાને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવનાર છે. જણાવી દઈએ કે, દર અષાઢી બીજના દિવસે ભગવાન જંગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળતી હોઈ છે.