Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં એક યુવતીએ હસતા મોઢે સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો છે! આ વાક્ય વાંચતા ધ્રાસકો પડશે પરંતુ આ વાત સાચી છે. યુવતીએ તેના પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. મરતા પહેલા તેણે સાબરમતી રિવરફ્રન્ટ પર બેસીને હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો અને તેના પતિના મોબાઇલ પર મોકલ્યો હતો. રિવરફ્રન્ટ પોલીસે  આ મામલે મહિલાના પતિ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં આપઘાત કરી લેનાર યુવતી અને તેના માતાપિતા સાથે થયેલી અંતિમ વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં યુવતીને આપઘાત ન કરવા માટે તેના પિતા અને માતા ખૂબ સમજાવે છે. ત્યાં સુધી કે તેને કુરાન અને તેના પોતાની કસમ પણ આપે છે. ઓડિયોમાં માતાપિતા અને યુવતી વચ્ચે જે વાતચીત થઈ રહી છે તેને સાંભળીને ખરેખર કંપારી છૂટી જાય.
ઓડિયાની વાતચીતના અંશો:
દીકરી: હું રિવરફ્રન્ટ પર છું. આવી રહું છું.
પિતા: સોનું, મારી વાત સાંભળ બેટા.
દીકરી: (રડવા લાગે છે) મારે કંઈ નથી સાંભળવું પપ્પા.
પિતા: તું ખોટી વાત ન કર. લે તારી મમ્મી સાથે વાત કરી.
દીકરી: મારે કંઈ નથી સાંભળવું. બસ પાણીમાં કૂદુ એટલો જ સવાલ છે.
માતા: બેટા, આવું કામ ન કરતી.
દીકરી: બહુ થઈ ગયું.
માતા: આવું કામ કરીશ તો લોકો કહેશે કો તું ખરાબ હતી.
દીકરી: જેને જે કેહેવું હોય એ કહે. બસ થયું મોમ. મારે બસ પાણીમાં કૂદવું છે.
માતા: તને તારા બાબાની કસમ. આવું કામ ન કરતી.
દીકરી: મારે મરી જવું છું. હું થાકી ગઈ છું. એને આઝાદી જોઈએ છે તો આઝાદી આપી દઉં છું. મને કહે છે તું મરવા જાય છે તો વીડિયો બનાવીને મોકલી દેજે. મેં તેને વીડિયો મોકલી દીધો છે.

સૂસાઈડ કરતા પહેલા આઈશાએ પોતાના પતિને પણ કોલ કર્યો હતો. મે ખુશ હુ સુકુન સે જાના ચાહતી હુ કહી વિડિયોનો અંત કરી પોતાની જીદંગી ટુંકાવી લીધી હતી. આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મહિલાના પતિ સામે ગુનો નોંધ્યો છે. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે પરિણીતાની લાશ બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ