અમદાવાદ એરપોર્ટે મહત્વપૂર્ણ માઈલસ્ટોન હાંસલ કર્યો છે જેમાં અમદાવાદમાં મુસાફરોની આ નોંધપાત્ર વૃદ્ધિ એરપોર્ટનું સતત અપગ્રેડેશન અને કનેક્ટિવિટી વધારવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. SVPI એરપોર્ટ હવે સરેરાશ 240 થી વધુ દૈનિક ફ્લાઇટ મૂવમેન્ટની સુવિધા આપે છે અને તેના બે ટર્મિનલ દ્વારા 32,000 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પૂરી સેવા પાડે છે. જનરલ એવિએશન ટર્મિનલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, G20, U20 અને વર્લ્ડ કપ મેચો જેવી મોટી ઈવેન્ટ્સને સેવા આપવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે રેકોર્ડ પેસેન્જર સંખ્યામાં ફાળો આપે છે.
20 નવેમ્બર 2023ના રોજ એરપોર્ટે 42224 મુસાફરોને સેવા આપી હતી જ્યારે 19 નવેમ્બરના રોજ 40,801 મુસાફરો અને 18 નવેમ્બરના રોજ 38,723 મુસાફરોએ મુસાફરી કરી હતી. 19 નવેમ્બર 2023 ના રોજ 359 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે સમાન સમયગાળા દરમિયાન સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ રેકોર્ડ કરવામાં આવી હતી.
પેસેન્જર ટ્રાફિકમાં ઝડપી વધારો થવા છતાં SVPI એરપોર્ટે સીમલેસ મુસાફરીના અનુભવને પ્રાથમિકતા આપી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં સ્થાનિક ટર્મિનલના વિસ્તારમાં 9,000 ચોરસ મીટર અને આંતરરાષ્ટ્રીય ટર્મિનલના વિસ્તારમાં 10,000 ચોરસ મીટરનો વધારો થયો છે, જેમાં અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.