અમદાવાદ બાદ સુરત શહેર રાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બનતું જઇ રહ્યું છે. આ મહામારી વચ્ચે ST બસ સેવાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધતા જતા કેસને લઇને સુરતથી અમદાવાદ આવતી-જતી તમામ એસ.ટી બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે.
તંત્ર દ્વારા સુરતમાં વધતા જતા કોરોનાનાં કેસને લઇ અમદાવાદમાં એલર્ટ આપી દેવામાં આવેલ છે. સુરતમાં સતત કોરોનાનાં કેસ સતત વધતા હોવાને કારણે તેનું સંક્રમણ ફરીથી અમદાવાદને ચેપગ્રસ્ત ન કરે તેની માટે તંત્ર દ્વારા અગમચેતી પગલાં લેવામાં આવ્યાં છે. હાલમાં સુરતથી આવતા તમામ લોકોનું ચેકિંગ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુરતથી અમદાવાદ આવતી જતી એસ.ટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે.