ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસો અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે. જેને કારણે કોટ વિસ્તારમાં અગાઉથી કરફ્યૂ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. તેવામાં આજે અમદાવાદના બહેરામપુરામાં પરીક્ષિત નગર પાસે પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. જેને કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. જે બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જોકે પરિસ્થિતિ ફરીથી વણસે નહીં તે માટે આ વિસ્તારમાં RAFની ટૂકડી તહેનાત કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં પોલીસ ઉપર પથ્થરમારો કરવાની બીજી ઘટના બની છે. અગાઉ જુહાપુરામાં ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. હાલ પોલીસે પથ્થરમારો કરનારા તત્વોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.