શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ (Shrey Hospital Fire)માં ફસાયેલા 41 કોવિડ દર્દીઓને PPE કીટ પહેર્યા વગર જાનની બાજી લગાવી બચાવનાર નવરંગપુરા પોલીસ સ્ટેશનના બે જવાનો તાવ અને ખાંસીમાં સપડાયા હતાં. શ્રેય હોસ્પિટલના કોવિડ દર્દીઓને SVP હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા બચાવ કામગીરી કરનાર ટીમનાં બે સભ્યોમાં લક્ષણો જોવા મળતા નવરંગપુરા પોલીસ સ્ટેશનનાં 8 પોલીસ અધિકારી અને કર્મચારીઓને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ક્વોરન્ટાઈન કરાયેલા તમામનાં કોવિડ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસે જાનની બાજી લગાવી કરેલી આ બચાવ કામગીરીના ઠેર-ઠેર વખાણ પણ થઈ રહ્યાં છે.
નવરંગપુરાની શ્રેય હોસ્પિટલનાં ચોથા મળે આવેલા ICUમાં શોટસર્કિટથી લાગેલી ભયાવહ આગે 8 કોવિડ દર્દીનો ભોગ લઈ લીધો હતો. જો કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બીજા 41 કોવિડ દર્દીઓનાં જીવને જોખમ હતું. પોલીસ કંટ્રોલ રૂમ તરફથી ગુરુવારે પરોઢે 3.12 વાગ્યે મળેલા મેસેજને પગલે નવરંગપુરા પોલીસની બે ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. આગની ભયાનકતા અને દર્દીઓનું રૂદન જોઈ પોલીસ અધિકારી અને કર્મચારી હચમચી ગયા હતાં.
હોસ્પિટલમાં ફસાયેલા બીજા 41 કોવિડ દર્દીઓને બચાવવાની કામગીરી મહિલા PSI સહિતનાં સાથી પોલીસ કર્મચારીઓએ શરૂ કરી હતી. PPE કીટ ન હોવા છતાં પણ પળનો વિલંબ કર્યા વગર પોલીસ સ્ટાફ જાનની બાજી લગાવી હોસ્પિટલ અને ફાયર સ્ટાફ સાથે દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર લાવવામાં લાગી ગયો હતો.
41 દર્દીઓને હેમખેમ SVP હોસ્પિટલ પહોંચાડવા સુધીની કામગીરી આ પોલીસ જવાનોએ કરી હતી. જાનની પરવા કર્યા વગર 41 દર્દીઓને બચાવવાની કામગીરી કરનાર સભ્યોમાંથી બે પોલીસ જવાનને તાવ અને ખાંસીનાં લક્ષણો જણાયા હતાં. જેના પગલે નવરંગપુરા પોલીસ સ્ટેશનનાં 8 પોલીસ અધિકારી-કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતાં. આ તમામનો કોવિડ રિપોર્ટ કરાવવાનો નિર્ણય ઉચ્ચ પોલીસ અધિકારીઓ લીધો છે.