અમદાવાદમાં દારુની મહેફિલ કરતા પાંચ પોલીસ કર્મીઓ સહિત સાત લોકોની નરોડા પોલીસે ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા છે. નરોડા વિસ્તારમાં આવેલ હોટેલ માલવામાં આવેલ રુમ નંબર 203માં મહેફિલ ચાલી રહેલી હોવાનુ મેસેજ નરોડા પોલીસને મળતા નરોડા પોલીસે દરોડા પાડેલ અને જેમાં પાંચ પોલીસ કર્મીઓ સહિસ સાત લોકો ઝડપાઈ ગયા છે.
પોલીસનુ કહેવું છે કે રુમમાંથી 3 કાંચના અને 3 પ્લાટિક ખાલી ગ્લાસો મળી આવ્યા છે. ઝડપાયેલ પાંચ પોલીસ કર્મચારીઓમાંથી ત્રણ કોન્સ્ટેબલ અને બે હેડ કોન્સ્ટેબલ છે અને જેમાંથી એક નરોડા પોલીસ સ્ટેશનમાંજ ફરજ બજાવે છે. નોંધનીય છે કે દારુના કેસમાં પોલીસ કર્મીઓની ધરપકડ થતા પોલીસ બેડમાં ચર્ચાનો વિષય બની ગયો હતો અને શહેર ભરમાં આજ વાતની ચર્ચા ચાલી રહી છે.
મળતી માહિતી પ્રમાણે હોટેલ માલવાનો માલિક કૃણાલ ગોંડલિયા પણ આ કેસમાં આરોપી તરીકે છે અને તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સુત્રોનુ કહેવું છે કે કોઈએ રેકી કરી અને પોલીસને બાતમી આપી હતી ત્યારે બીજી બાજુ શહેર પોલીસમાં એવી પણ ચર્ચા છે કે કોઈએ બદલો લેવા આ પોલીસ કર્મીઓને દારુ પીતા રંગે હાથ ઝડપાઈ દીધો છે.
નોંધનીય છે કે ઘટના જે પણ હોય પરંતુ પોલીસ કર્મચારીઓ દારુ પીતા પકડાઈ જતા ચર્ચાનો વિષય જરુરથી બની ગયો છે. બીજી બાજુ સરદારનગરમાં પણ દારુની મહેફિલ માણતા છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.