તિસ્તા સેતલવાડ અને આર.બી. શ્રી કુમારની જામીન અરજીના મામલે સેશન્સ કોર્ટે બન્નેનાં જામીન ફગાવ્યા છે. તમને જણાવી દઈએ કે અગાઉ સરકારે જામીન અરજીનો વિરોધ સોગંદનામુ કરી રજૂ કર્યું હતું. સેશન્સ કોર્ટે બન્ને પક્ષોની દલીલ સાંભળી 21 જુલાઈએ ચુકાદો અનામત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે તિસ્તા સેતલવાડ પર ગુજરાત અને તત્કાલીન મુખ્પ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા સ્વ.અહેમદ પટેલે તિસ્તા સેતલવાડને તબક્કાવાર 30 લાખ રૂપિયા આપ્યા હતા, આ તમામ બાબતને ધ્યાને રાખી કોર્ટે બંનેની જામીન અરજી ફગાવી છે.