2008ના વર્ષમાં અમદાવાદ શહેરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ માં વિશેષ કોર્ટે સજાની સુનાવણી કરી દીધી છે. આ કેસમાં 49 લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યાં હતા. 49 દોષિતોમાંથી કોર્ટે 38 આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. 49 દોષિતોમાંથી 11 આરોપીને જીવે ત્યાં સુધી કેદની સજા સંભળાવવામાં આવી છે. સાથે જ વિશેષ કોર્ટે મૃતકોને 1 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે ઈજાગ્રસ્તને 50 હજાર અને સામાન્ય ઈજા થઈ હોય તેમને 25 હજારનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ કોર્ટે દરેક દોષિતને 2.85 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.