અમદાવાદ શહેરમાં રોંગસાઈડમાં વાહન ચલાવનારાની હવે ખૈર નથી. કારણ કે અમદાવાદના ટ્રાફિક વિભાગ દ્વારા 27થી 30 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક ડ્રાઈવ (traffic drive)શરુ કરવામાં આવી છે. અને રોંગ સાઈડમાં વાહન ચલાવતાં ટુ વ્હીલર ચાલકો પાસેથી 1500 રૂપિયા અને ફોર વ્હીલર ચાલક પાસેથી 3 હજારનો દંડ વસૂલવામાં આવશે. ત્યારે બે જ દિવસમાં પોલીસે 170 જેટલા કેસ કરી 2.70 લાખ રૂપિયા દંડ વસૂલ્યો છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમને (traffic rules) અમલમાં લાવવાનું આયોજન ચાલી રહ્યું છે અને આગામી 15 ઑક્ટોબરથી નવા નિયમ અમલમાં આવી જવાના છે તે પહેલાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ઉપરાંત પી.યુ.સી અને વ્હીકલ વીમો તેમજ આર.સી બુક સહિતના તમામ દસ્તાવેજી કામ માટે હાલ વાહનચાલકોને સમય આપવામાં આવ્યો છે.
પરંતુ ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અંતર્ગત શહેરમા મોટા ભાગે અકસ્માતની ઘટનાઓ રોંગસાઈડ વાહન ચલાવતા વાહનચાલકોને કારણે થતી હોય છે. જેને ધ્યાને રાખીને અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહનચાલકોને દંડવામાં આવ્યા હતા.
ટ્રાફિક એસીપી આકાશ પટેલે જણાવ્યું કે હાલ તા.26 અને 27મીના 170 કેસ કરી 2.70 લાખ રૂપિયા દંડ વસુલ્યો છે અને આગામી બે દિવસ સુધી પોલીસસ્ટેશન દિઠ પાંચ લોકોની ટીમ બનાવી કાર્યવાહી કરાશે.