રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 72મા નિવાર્ણ દિન નિમિત્તે આજે (ગુરુવારે) ગાંધી આશ્રમ ખાતે આશ્રમ સંચાલકોએ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. જેમાં જાણીતા લેખક સુધીર ચંદ્રા અને આશ્રમના સેક્રેટરી અમૃત મોદીએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા અને દેશના સમાજના જુદા જુદા વર્ગોમાં પડી ગયેલા ભાગલાને સમાપ્ત કરવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આફ્રિકાથી આવી સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 72મા નિર્માણદિન નિમિત્તે ગાંધી વિચારકોને એવું લાગી રહ્યું છે કે, દેશમાં ગાંધીના સમયે જેટલા ગાંધી વિચારની જરૂર ન હતી તેટલી જરુંર વર્તમાન સમયમાં છે. દેશ અને દુનિયામાં વિશ્વાસની કટોકટી સર્જાઈ રહી હોવાનો દાવો તેમણે કર્યો હતો. સાથે જ આ વિશ્વાસની કટોકટી માત્ર ગાંધીવિચારથી જ સમાપ્ત થઈ શકે તેવો આશાવાદ પણ આ ગાંધીવિચારકો દ્વારા રજૂ કરાયો હતો.