અમદાવાદ કોર્પોરેશન નવા હોદ્દેદારોને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. મેટ્રો સિટી અમદાવાદને આજે નવા મેયર મળી ગયા છે ત્યારે AMCના મેયર પ્રતિભા જૈન બન્યા છે. તો ડેપ્યુટી મેયર પદે જતીન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે દેવાંગ દાણીનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. તમામ પદ પરના નામોને લઇને અનેક તર્ક વિતર્ક હતા. જો કે હવે આ તમામના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.