નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં અમદાવાદ શહેરમાં અપાયેલા બંધનાં એલાન બાદ ફાટી નીકળેલા હિંસક તોફાનમાં તાફાની તત્ત્વોને પોલીસ કર્મચારીઓ પર પથ્થર મારો કર્યો હતો જેમાં લગભગ 20 જેટલા પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચી હતી. જેને લઈને હવે ટોળામાં સંકળાયેલા અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે શહેરનાં 48 પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ કામે લાગી ગયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા હુમલાના ફોટોગ્રાફ્સ તેમજ CCTV ફૂટેજ તેમજ વીડિયોના આધારે શહેર પોલીસે તમામ તોફાની તત્ત્વોને પકડવા તજવીજ હાથ ધરી છે.
6 આરોપીઓની ધરપકડ કરાઈ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજ રોજ પોલીસ પર થયેલ હુમલામાં વધુ 6 આરોપીઓની ધરપકડ કરી છે. CCTV ફૂટેજના આધારે તોફાની તત્વોની ઓળખ કરી વહેલી સવારે ધરપકડ કરવામાં આવી છે. આ 6 આરોપીઓએ ટોળામાં પથ્થર મારવાની ભૂમિકા ભજવી હતી. CCTVમાં તમામ આરોપીઓ સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યા છે.
શાહઆલમમાં રેલીની પરમીશન માંગનાર મુખ્ય સુત્રધાર મુફિસની ધરપકડ
શાહઆલમ તોફાન મામલે વોન્ટેડ આરોપી મુફિસ અહેમદ અનિસ અન્સારીની પણ પોલીસ પકડમાં આવી ગયો છે. મુફીસ અહેમદે શાહઆલમમાં રેલી માટે પરમિશન માંગી હતી. જેના બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા. આ ઉપરાંત તેણે સોશિયલ મીડિયા પર વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. ઘટનાના બે દિવસ પહેલા મોડી રાત્રે વીડિયો પોસ્ટ કરી લોકોને વિરોધમાં જોડાવા આહવાન કર્યું હતું. વીડિયોમાં મહદઅંશે ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ ભાષાનો પ્રયોગ કરાયો છે. ત્યારે તોફાનો બાદ મુફિસ અહેમદ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરાયો હતો. જે હવે પકડાઈ ગયો છે.