દિલ્હીના શાહીનબાગમાં CAAનો વિરોધ છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદ દરિયાપુરના લીમડીચોકને પણ શાહીનબાગ બનાવવા માટેની અપીલ કરતુ પોસ્ટર ગઇ કાલે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. આ પોસ્ટરમાં લખ્યું છે કે ‘ચલો હમ દરિયાપુર કો શાહીનબાગ બના દે’. આ પોસ્ટરના પગલે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં તોફાન થાય નહીં તે માટે પોલીસે ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, દરિયાપુર જેવો વિસ્તાર છેલ્લાં ઘણાં વર્ષોથી કોમી એકતાનાં પ્રતીક સમાન રહ્યો છે ત્યારે ત્યાંની કોમી શાંતિ ડહોળવા માટે કેટલાંક અસામાજિક તત્ત્વોએ આ કૃત્ય કર્યું હોવાનું મનાઇ રહ્યું છે. જો કે પોલીસે આ પોસ્ટર વાયરલ કરનાર વિરૂદ્ધ શોધખોળની તપાસ હાથ ધરી છે.