અમદાવાદના આનંદનગર વિસ્તારમાં દારુ પીને ધમાલ કરનારા એક 26 વર્ષના યુવકને તેના ઘરમાંથી બહાર કાઢવા પોલીસે ઘરનું બારણું તોડવું પડ્યું હતું. યુવકનું નામ આનંદ ગોસ્વામી હોવાનું બહાર આવ્યું છે, જે પોતાની સોસાયટીના જ ગાર્ડનમાં બેસીને અડધી રાત્રે દારુ પી રહ્યો હતો. આનંદનગર પોલીસ સ્ટેશને આનંદની ધરપકડ કરી છે. દરવાજો તોડી પોલીસ ઘરમાં પહોંચી ત્યારે યુવતી અને દારુની બોટલો મળી હતી.