અમદાવાદમાં ફરી એક વખત દારૂ અને જુગારના વ્યવસાય માટે ગેંગવોરનો જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નારોલ વિસ્તારની જ્યા 10 માસ અગાઉ થયેલ મોતએ તમામ રહસ્યો પરથી પરદો ઉંચકી નાંખ્યો છે. ગેંગવોરમાં યુવકની હત્યા થઇ હોવાનું પોલીસ ને 10 મહિના પછી જાણ થઇ. નારોલ વિસ્તારમાં બે ગૅંગ વચ્ચે ગેગવોર થઇ અને એક વ્યક્તિનું મોત થયું હતું.
જે તે સમયે આરોપીઓએ યુક્તિ પ્રયુક્તિનો ઉપયોગ કરીને હત્યાને અકસ્માતે મોતમાં ખપાવી દેવાનો પ્રયત્ન કરી પોતાનો ગુનો છુપાવ્યો હતો. જોકે પોલીસની તપાસ દરમિયાન 10 મહિના પછી આરોપી પકડાયા હતા. આ મોત અકસ્માતે નહી પરંતુ ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. જેથી પોલીસે દસ મહિના બાદ હવે હત્યા કરવા માટે ઉપયોગ થયેલી બુલેટને શોધવા માટે કબ્રસ્તાનમાંથી દફન કરેલ મૃતદેહને બહાર કાઢ્યો છે.