શહેરમાં કોઇ પણ મકાન માલિકે ભાડે મકાન આપ્યું હોય તો ભાડુઆતના દસ્તાવેજ સાથે પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવી જરૂરી હોય છે. આ અંગે અગાઉ અમદાવાદ શહેર પોલીસે કમિશનરે એ જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. આ જાહેરનામાના અંતર્ગત અમદાવાદ પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG), ક્રાઇમ અને સ્થાનિક પોલીસે વિવિધ વિસ્તારમાં 40થી વધુ કેસ કર્યા હતા અને જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.
ઉલ્લેખનીય છે કે શહેરમાં જ્યારે પણ કોઇ મોટી ઘટના બને છે ત્યારે જે પણ આરોપીઓ પકડાય છે તે લોકો મકાન ભાડે રાખીને રહેતા હોવાનું સામે આવતું હોય છે. જેને લઇને શહેર પોલીસ કમિશનર એ.કે સિંહ તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા મુજબ જે પણ મકાન માલિકે મકાન ભાડે આપ્યું હોય તેની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવવાની રહેતી હોય છે.
પોલીસની તપાસમાં અનેક મકાન માલિકોએ આ પ્રકારની નોંધણી ન કરાવી હોવાનું ધ્યાને આવતા SOG અને ક્રાઇમ બ્રાન્ચે એક સંયુક્ત ડ્રાઇવ યોજી હતી જેમાં વટવા, વેજલપુર, વસ્ત્રાપુર, આનંદનગર વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન 40થી વધુ કેસ કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.