ઉતરાયણ પહેલા જ ગુજરાત સરકારે ચાઈનીઝ દોરી અને તુક્કલો પર પ્રતિબંધ મુક્યો હતો પણ સાંજ પડતા જ અનેક વિસ્તારોમાં તુક્કલો આકાશમાં જોવા મળ્યા હતા. ચાઈનીઝ દોરા અને તુક્કલોનું ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓ રાજ્ય સરકારે બહાર પાડેલા જાહેરનામાને જાણે ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ સર્જાયો હતો. જો અમદાવાદ શહેરની જ વાત કરવામાં આવે તો સાંજ પડતા આકાશમાં અનેક ચાઈનીઝ તુક્કલો ઉડતા જોવા મળ્યા હતા.