આજે અમદાવાદ ના દાણાપીઠ ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાઈ હતી.મેયર કિરીટ પરમાર, ડે. મેયર ગીતા પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. આજે 14 કરોડથી વધુના ખર્ચે શહેરના વિવિધ ઝોનમાં નવી ડ્રેનેજ લાઈન નાંખવા, સ્ટ્રોમ વોટર, ડ્રેનેજ લાઈન ડીસીલ્ટીંગ કરવા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન મેન્ટેનન્સ, સ્ટ્રોમ વોટર પંપીંગ સ્ટેશનોમાં મીકેનીકલ ઈલેક્ટ્રિકલ કામ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે એલ્યુમિના ફેરીકની ખરીદી, વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાં પાણીની લાઈનના નેટવર્ક નાખવા જેવા વોટર સપ્લાય અને સુઅરેજ કમિટીના કામો તથા મટીરીયલ મેનેજમેન્ટ પરચેઝ કમિટીના સોડીયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન ખરીદીના કામને મંજૂરી આપવામાં આવી છે.