શહેરના મુસ્લિમ યોગ ગુરુને લંડન બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ યોગ ગુરુએ અનેક વિસ્તારો, શહેર અને ગામડાઓમાં લોકોને યોગ શીખવાડ્યાં છે. આ યોગ ગુરુએ ગ્રેટ વોલ ઓફ ચાઇના ઉપર યોગ કરીને એક ખ્યાતિ મેળવી છે. ચાઇના વોલ પર કોઇ મુસ્લિમ યોગ ગુરુ દ્વારા યોગ કરવામાં આવ્યાં હોય તેના કારણે તેમને આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યાં છે.
અમદાવાદના મુસ્લિમ યોગ ગુરૂ મહેબૂબ કુરેશી છેલ્લા 27 વર્ષથી યોગના પાઠ ભણાવે છે. માત્ર એટલું જ નહીં, તેઓ દુનિયાની એક અજાયબી ગણાતી 'ગ્રેટ વોલ ઓફ ચાઇના' પરથી લઇ સરખેજ રોજા અને જુહાપુરામાં પણ યોગા કરાવી ચૂક્યા છે. યોગગુરૂ મહેબૂબ કુરેશી પાસેથી યોગ શીખવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો જોડાય છે.