હવે તંત્ર પણ કોરોનાની ઝપટમાં આવવા લાગ્યું છે. આજે પોલીસકર્મી અને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારી પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. AMCના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોડકદેવ ઝોનના અધિકારી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેને પગલે અધિકારી સાથે કામ કરતા 13થી વધુ કર્મીઓને ક્વોરોન્ટાઈન કરાયા છે. આ સિવાય શહેરની એલજી હોસ્પિટલના 2 ડોકટર સહિત 4 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, હાલમાં AMCની એપેડેમિક કામગીરી ખોરવાઇ ગઈ છે. એપેડેમિકના 12 જેટલા વ્યક્તિને ક્વોરન્ટાઇન કરાયા છે. ક્વોરન્ટાઇનની જગ્યા પર જ ઓફિસ બનાવી કામગીરી કરવા સુચના આપવામાં આવી. પોઝિટિવ ઓપરેટર સતત DyHO સાથે હોવાથી તેમને પણ ક્વોરન્ટાઇન કરાયા છે. સાથે જ ડેપ્યુટિ હેલ્થ ઓફિસર પણ ક્વોરન્ટાઇન થયા છે.