કોરોનાકાળમાં મહાનગરપાલિકાની હોસ્પિટલોમાં PPE કીટની ખરીદીમાં કૌભાંડ સામે આવ્યું છે. LG અને શારદાબહેન હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ન હોવા છતાં PPE કીટની ખરીદી કરાઈ છે. PPE કીટની ખરીદી પાછળ 33 લાખ રૂપિયા ખર્ચ કરાતા અનેક સવાલો ઉઠ્યા છે.
ઉલ્લેખનીય છે કે, RTI એક્ટિવિસ્ટ પંકજ ભટ્ટે કરેલી RTIના જવાબમાં પર્દાફાશ થયો છે. માર્ચ-એપ્રિલમાં LG હોસ્પિટલે અલગ અલગ ભાવે રૂપિયા 8.75 લાખની PPE કીટ ખરીદી હતી. જ્યારે શારદાબહેન હોસ્પિટલે માર્ચથી જુલાઇમાં 25 લાખથી વધુની PPE કીટ ખરીદી હતી.
આપને જણાવી દઇએ કે, LG હોસ્પિટલે 13થી 16 એપ્રિલ વચ્ચે અલગ અલગ ભાવે PPE કીટ ખરીદી હતી. જોકે 20થી 21 એપ્રિલ વચ્ચે મ્યુનિ. સેન્ટ્રલ સ્ટોર દ્વારા 5700 નંગ PPE કીટ મળી હતી. તેમ છતાં 30 એપ્રિલે 575 જેટલી PPE કીટ ખરીદવામાં આવી હતી.
28500થી વધુ PPE કીટ અપાઇ
20 એપ્રિલથી 12 જુલાઇ સુધીમાં 28500થી વધુ PPE કીટ અપાઇ હતી. આ ઉપરાંત દાનમાં પણ 1070 જેટલી PPE કીટ મળી હતી. દર મહિને એક વખત અડધા તો બીજી વખત ડબલ ભાવે PPE કીટ ખરીદાઇ છે. PPE કીટની ખરીદીમાં ભાવની વિસંગતતાથી મોટા ભ્રષ્ટાચારની આશંકા છે.