અમદાવાદ માં ભાજપ ના મહિલા ઉમેદવાર ગીતાબા ચાવડા ને હારેલા જાહેર કરાયા બાદ ફરી થી થયેલી ગણતરી માં તેઓ ને વિજેતા જાહેર કરાયા છે અને કોંગ્રેસની પેનલના વિજેતા ઉમેદવાર જગદીશ મોહનાનીને જીતમાંથી હારેલા જાહેર કરવામાં આવ્યા છે. આમ હવે કોર્પોરેશનમાં ભાજપના જીતેલા ઉમેદવારની સંખ્યા 160 થઈ છે જ્યારે કોંગ્રેસની 24, AIMIM 7 અને અપક્ષની 1 બેઠક છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના 159 ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવ્યા બાદ વધુ એક ઉમેદવારને જીતેલા જાહેર કરવામાં આવતા હવે ભાજપ ના જીતેલા ઉમેદવાર ની સંખ્યા 160 થઈ છે.
અમદાવાદમાં વોર્ડ નંબર 14 કુબેરનગરમાં કોંગ્રેસની પેનલની જીત થઈ હતી પરંતુ ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા વિશાલસિંહ ચાવડાએ પોતાના મત વધુ હોવા છતાં તેમને હારેલા જાહેર કરવામાં આવ્યા હોવાની ચૂંટણી પાંચમા રજૂઆત કરી હતી. કારણ કે 9માં રાઉન્ડની ગણતરી બાકી રહી ગઈ હોવાથી ભૂલ થઈ હતી. આ બાબતે ચૂંટણી પંચે બે દિવસમાં તપાસ કરી અને નવમા રાઉન્ડની ગણતરીમાં ભૂલ હોવાનું તપાસમાં બહાર આવતા તેઓને મોડી રાતે વિજેતા જાહેર કરી અને કાઉન્સિલર તરીકે પ્રમાણપત્ર આપવામા આવ્યું હતું.