અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા 6,000 રોજિંદા સફાઈ કર્મચારીઓને ગયા એપ્રિલ મહિનાથી કાયમી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે તેઓને પૂર્ણ પગાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કર્મચારીઓને હવે માસિક 8500ના બદલે 17500 રૂપિયા પગાર મળશે. જેથી એએમસીની તિજોરી પર અંદાજે 5.10 કરોડનો બોજ પડશે. છેલ્લા ચાર દિવસથી રોજિંદા કર્મચારીઓ હડતાલ તેમજ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા.