અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડની મેયરના અધ્યક્ષસ્થાને શરૂ થયેલી બે દિવસીય બેઠકનાં સ્કૂલબોર્ડ, વી.એસ.હોસ્પિટલ, એ.એમ.ટી.એસ. અને એમ.જે. લાયબ્રેરીના બજેટ પર ચર્ચા દરમ્યાન વિપક્ષ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના સભ્યએ વી.એસ.હોસ્પિટલ અને એએમટીએસની ખાડે ગયેલી સેવાઓ અને ફાલેલા ફુલેલા કૌભાંડો અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. સ્કૂલબોર્ડની શાળાઓમાં કથળેલા શિક્ષણ અને વિદ્યાર્થીઓની ઘટતી જતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.