તાજેતરમાં સીએમ રૂપાણીની જાહેરસભા દરમિયાન જ તબિયત લથડતા તેઓ સ્ટેજ પર ચાલુ સભાએ પડ્યા અને બાદમાં સામાન્ય સ્વસ્થ થતા તેમના ગાર્ડ સાથે સ્ટેજ પરથી નીચે ઉતરતા હતા. ત્યારે ખુદ સીએમ રૂપાણી ને એક પોલીસ અધિકારીએ સેલ્યુટ કરતા તેમની તબિયત સારી ન હોવા છતાં પોલીસ અધિકારીની સેલ્યુટ સ્વીકારી અને સામે હાથ ઊંચો કર્યો હતો. ખુદ સીએમ પોલીસ અધિકારી કે કર્મચારીની ઈજ્જત કરી રહ્યા છે પણ ધારાસભ્ય પોતાના વિસ્તારમાં કામગીરી કરતી પોલીસને તતડાવી રોફ ઝાડતા નજરે પડયા છે અને આ વીડિયો વાયરલ થયો છે. માસ્ક પહેરવાની સરકાર લોકોને અપીલ કરે છે પણ અસારવા વિધાનસભાના ધારાસભ્ય પ્રદીપ પરમાર માસ્ક વગર જ એક પોલીસકર્મીને ધમકી આપતા હતા. તેઓ શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને પોલીસકર્મી સાથે બોલાચાલી કરી અને પોલીસકર્મીને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. સાથે કહ્યું હતું કે હું કહું એટલે ઉભા રહેવાનું નહીં તો સસ્પેન્ડ રાવવાની ધમકી આપી હતી. આ વીડિયો વાયરલ થતા જ પોલીસકર્મીઓ સોશિયલ મીડિયા પર ધારાસભ્ય પર ફિટકાર વરસાવી નારાજગી દર્શાવી રહ્યા છે.