Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આખરે અમદાવાદના નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. કિરીટ પરમાર અમદાવાદના નવા મેયર બન્યા છે. ઠક્કરબાપા નગર વોર્ડના ઉમેદવાર કિરીટ પરમાર પર પ્રદેશ ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે ડેપ્યુટી મેયર તરીકે નારણપુરા વોર્ડના ગીતા પટેલની વરણી થઈ છે. જોકે, મેયર તરીકે કિરીટ પરમારના નામની ચર્ચા પહેલેથી જ ચાલી રહી હતી. ત્યારે પક્ષ દ્વારા તેમની જ પસંદગી કરાઈ છે. હિતેશ બારોટને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા છે, જેઓ થલતેજ વોર્ડમાંથી આવે છે. જોકે, ગરીબ પરિવારમાંથી આવતા અને ચાલીમાં રહેતા કિરીટ પરમારની પસંદગી કરીને ભાજપે શહેરના શાસક કેવા હોવા જોઈએ તેનું ઉદાહરણ આપ્યું છે. 
અમદાવાદના મેયર નું નિવાસસ્થાન સૌ કોઈને અવાક કરી દે તેવુ છે. તેઓ એવી જગ્યાએ રહે છે જ્યાં જવાનું બહુ ઓછા લોકો પસંદ કરે છે. કિરીટ પરમાર બાપુ નગર વિસ્તારમાં આવેલ અમદાવાદની વીરા ભગતની ચાલીમાં રહે છે. તેમનુ મકાન છાપરાવાળું છે. જાણીને આશ્ચર્ય થશે, પણ તેઓ એક રૂમના મકાનમાં જ રહે છે. અમદાવાદ શહેરના નગરપતિ તરીકે એકદમ સામાન્ય અને ગરીબ કોર્પોરેટરને સ્થાન આપીને ભાજપે (BJP) એક મેસેજ આપ્યો છે. તો સાથે જ સંઘના સ્વયં સેવક એવા કિરીટ પરમાર કુંવારા છે. તેઓ મેયર બંગલોમાં રહેવા ન જવાના હોવાથી એક રૂમના મકાનમાંથી અમદાવાદનો વહીવટ કરશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ