અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા પશ્ચિમ ઝોનમાં ઘાટલોડિયા વોર્ડમાં મહિલા જીમ્નેશીયમ ખાતે નવા તૈયાર કરવામાં આવેલા કિડ્સ કોર્નર તથા ગોતા વોર્ડમાં સ્માર્ટ આંગણવાડીનું આજે મેયર ગૌતમ શાહે લોકાર્પણ કર્યું હતું. ચીનુની આંગણવાડી કેન્દ્રમાં દોઢ લાખના ખર્ચે બાળકો માટે કિડ્સ કોર્નરમાં રમકડા તથા રમતા રમતા ભણતર મળે તેવી વ્યવસ્થા છે. આવનારા દિવસોમાં વધુને વધુ આંગણવાડી સ્માર્ટ બનશે તેમ મેયરે જણાવ્યું હતું.