ઓનલાઈન ફૂડ ડિલિવરીમાં ખરાબ ફૂડ આવવાના કિસ્સા ઘણી વખત પ્રકાશમાં આવતા હોય છે પરંતુ અમદાવાદમાં ખરાબ ફૂડના પૈસા રિફંડ આપવાના બહાને વિગતો મેળવી અને છેતરપિંડી આચર્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. શહેરના થલતેજ વિસ્તારના સુરધારા બંગ્લોઝમાં રહેતા ઋષભ શાહે છ દિવસ પહેલા ઝોમેટો એપથી બે પીઝા મંગાવ્યા હતા. જો કે, ખરાબ પીઝા આવતા તેણે ઝોમેટોમાં ફોન કર્યો હતો. પરંતુ કોઈ રિપ્લાય આવ્યો ન હતો. દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ ઝોમેટોમાંથી બોલું છું કહી ફોન કર્યો હતો. રૂષભે હેલ્પલાઇનમાંથી બોલતા હોવાનું માની રિફંડ માંગતા એક લિંક મોકલી આપું છું એમાં વિગત ભરી મેસેજ કરો એમ કહેતા તેઓએ વિગત મેસેજ કરી હતી. જેથી તાત્કાલિક 5000 ઉપડી ગયા હતા.
બાદમાં બે દિવસ પહેલા અજાણી વ્યક્તિએ ફોન કરી અને પૈસા ડેબિટ થઈ ગયા છે તો એક મેસેજ મોકલું એ ત્રણ વખત મને મોકલો તેમ કહ્યુ હતું. ત્રણ વખત મેસેજ મોકલતા 6 ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 60,885 ઉપડી ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.