અમદાવાદમાં અંદાજે એક સપ્તાહથી દૂધ અને દવાની દુકાનો સિવાય તમામ પ્રકારના વેચાણ પર પ્રતિબંધ છે ત્યારે આગામી 15મી મેથી કેટલીક શરતોના આધારે શાકભાજી તથા કરિયાણાના વેચાણની છૂટછાટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. જેમાં કરિયાણું, શાકભાજી, ફળફળાદી, અનાજ દળવાની ઘંટી, દૂધ, સહીતના વિક્રેતાઓ અને તેમને ત્યાં કામગીરી કરનારા વ્યક્તિઓનું હેલ્થ સ્ક્રીનીંગ પૂર્ણ કરાવી હેલ્થ સ્ક્રીનીંગ કાર્ડ ઈશ્યુ કરાવવું પડશે.
છૂટછાટ દરમિયાન કરિયાણું, શાકભાજી, ફળફળાદી, અનાજ દળવાની ઘંટી સવારે 8 વાગ્યાથી બપોરે 5 વાગ્યા સુધી ખુલી રાખી શકશે જયારે હોમ ડીલીવરી કરતી એજન્સીઓ જેવી કે ડી માર્ટ, ઓશિયા હાયપર માર્કેટ, બીગ બાસ્કેટ, બીગ બજાર, સ્વીગી, ઝોમેટો સહીત તમામ રીટેલ તથા અન્ય હોમ ડીલીવરી કરતી એજન્સીઓ સવારે 10 વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ડીલીવરી કરી શકશે. હોમ ડીલીવરી કરતી એજન્સીઓ શક્ય હોય તો ડિજીટલ એપ પેમેન્ટ દ્વારા લઇ શકશે.
વેચાણ દરમિયાન રોકડ વ્યવહાર થઇ શકશે પરંતુ તેના માટે અલગથી ટ્રે રાખવાની રહેશે અને તેવી જ રીતે નાણા પરત આપતી વેળાએ અલગથી ટ્રે રાખવી પડશે. દુકાનમાં કામ કરતા કર્મચારીઓ, માલિકોએ હેન્ડ ગ્લોવ્ઝ, સેનીટાઈઝર, કેપ, માસ્ક અવશ્ય પહેરીને રાખવું પડશે તથા સોશિયલ ડીસ્ટન્સિંગ ફરજિયાતપણે જાળવવાનું રહેશે. કન્ટેન્મેન્ટ એરિયામાંથી આવતા લોકોને કોઈપણ પ્રકારની કામગીરી સોંપી શકાશે નહિ.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં વધતું કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લેવામાં આવેલા શ્રેણીબદ્ધ પગલા માટેની પાંચમી બેઠક મંગળવારે બપોરે SRFDSL હાઉસ ખાતે મળી હતી. જેમાં ઇન્ચાર્જ મ્યુનિ. કમિશ્નર મુકેશ કુમાર, સહીત જુદા જુદા ઝોનમાં ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર હાજર રહ્યા હતા.