આજથી અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2020નો પ્રારંભ થયો છે. આ પતંગ મહોત્સવ 7 દિવસ સુધી એટલે કે 14મી જાન્યુઆરી સુધી ચાલશે. આ કાર્યક્રમમાં વિદેશી મહેમાનો સાથે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. લોકો હજારોની સંખ્યામાં પતંગ તગાવવાની અને જોવાની મજા માણી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, આ પતંગ મહોત્સવમાં 43 દેશોનાં 153 પતંગબાજો આ સ્પર્ધામાં ભાગ લેશે. 12 રાજ્યોનાં 115 પતંગબાજો પણ મહોત્સવમાં જોડાશે.
નોંધનીય છે કે આ કાર્યક્રમની શરૂઆતમાં સોલા ભાગવતના ઋષિ કુમારો પણ જોડાયા હતા. 200 ઋષિ કુમારો નદી કીનારે સૂર્યવંદના કરી હતી તેમની સાથે AMC સંચાલિત શાળાનાં 1500 વિદ્યાર્થીઓએ પણ સૂર્યનમસ્કાર કર્યા હતા.