શહેરના ઈસ્કોન બ્રિજ પર ગુરુવારે મોડી રાત્રે થયેલા અકસ્માતના બનાવમાં 9 લોકોના મોત થઈ ગયા, જ્યારે 10 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબ તરફ જતા ઈસ્કોન બ્રિજ પર થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો, જેને જોવા લોકો ઉમટ્યા હતા, દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી જગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા. જે બાદ સ્થાનિક લોકોએ કાર ચાલક તથ્ય પટેલને બહાર કાઢીને માર માર્યો હતો. અકસ્માત બાદનો તથ્ય પટેલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની કાર સ્પીડમાં હોવાનું સ્વીકારે છે.