ડ્રગ્સના હબ બનેલા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ ડી આર આઈના અધિકારીઓએ બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઇટના બે પેસેન્જરો પાસેથી 9.5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. આ 15.5 કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજાની ઇન્ટરનેશનલ માર્કેટ કિંમત 15 કરોડ રૂપિયા થવા જાય છે. ભારતીય નાગરિકે ગાંજો વેક્યુમ પેકિંગ કરીને છૂપાવ્યો હતો પણ, વેક્યુમ પેકિંગ કરતાં પહેલા ખાસ પ્રકારનું કેમિકલ નાખીને ગાંજો પ્રોસેસ કરાયો હતો જેથી કરીને ગાંજાની ગંધ આવે નહીં.