કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના મત વિસ્તારને વધુ એક વિકાસની ભેટ આપી છે. અમિત શાહે આજે સાયન્સ સિટી પાસે ભાડજ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મૂકાતા રિંગરોડથી પસાર થતા રોજના 30 હજાર વાહનચાલકોને ટ્રાફિકથી મુક્તિ મળશે. એસપી રિંગ રોડ પર આ ઓવરબ્રિજ રૂપિયા 7333 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. તેની લંબાઈ 1 હજાર મીટર છે.